અમદાવાદ
ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇંગ સ્કુલ એસોશિયેશનના નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો તેમની પાસે વાહન ચલાવતા શીખવા આવનારાઓમાં ટ્રાફિક અવેરનેસ, સુરક્ષિત-સલામત ડ્રાઇવિંગની જાગૃતિ દ્વારા રાષ્ટ્રસેવાનું દાયિત્વ નિભાવી શકે છે. સરહદની રક્ષા કરતા સેનાનીઓ દુશ્મનથી દેશને સુરક્ષિત સલામત રાખે છે, એ જ પરીપાટીએ પદ્ધતિસરનું, સુરક્ષિત અને સલામત ડ્રાઇવિંગ વાહનચાલકોને શીખવી ડ્રાઇવિંગ સ્કૂલ એસોસીએશન પણ સમાજ જીવનને અકસ્માતની દુર્ઘટનાઓથી સુરક્ષિત રાખી માનવ જિંદગી બચાવી શકે છે. સામાન્યતઃ અકસ્માત વાહન ચાલકની નાની ભૂલ, વધુ ઝડપ જેવી બાબતોથી સર્જાતા હોય છે અને ક્યારેક જીવલેણ પણ બની જાય છે. આપણે એવો સંકલ્પ કરીએ કે સુરક્ષિત, સલામત, ગતિમર્યાદા સાથે અને વાહન ચાલનના નિયમોના પાલન સાથે વાહન ચલાવીશું તે પણ રાષ્ટ્રની એક પ્રકારે સેવા જ છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીએ એસોસિએશનના વિવિધ રાજ્યના પદાધિકારીઓ અને કન્વેન્શનમાં ભાગ લઇ રહેલા સૌને ટ્રાફિક અવેરનેસ માટેની સજાગતા લોકોમાં કેળવવા અપીલ કરી હતી. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાયસન્સ ઇસ્યુ, વાહન રજીસ્ટ્રેશન વગેરેમાં ઓનલાઇન સહિતની પદ્ધતિ અપનાવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇંગ સ્કુલ એસોશિયેશનના નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દેશના ૨૨ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિયેશનના પ્રતિનિધિઓ આ કન્વેન્શનમાં ભાગ લઈ રહ્યા છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાફિક ડિસિપ્લિન અને રોડ સેફટીની સજાગતા એ બેય બાબતો ડ્રાઈવિંગ શીખવા માટે પાયામાં રહેલી છે, તેની ભૂમિકા આપી હતી.
