Gujarat

ગાંધીનગર કલેક્ટર તરીકે પ્રવીણા ડી.કે.એ ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર
ગાંધીનગર કલેક્ટર તરીકે પ્રવીણા ડી. કે.એ ચાર્જ સંભાળ્યો હતો. ચાર દિવસ પહેલાં થયેલા બદલીના ઓર્ડરમાં પ્રવીણા ડી. કે. ને ગાંધીનગર કલેક્ટર તરીકે મુકાયા હતા. આ પહેલાં તેઓ કચ્છ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. એક મહિના પહેલાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલાં કુલદીપ આર્યની બદલી થતાં ડીડીઓ સુરભી ગૌતમને કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો હતો. જાેકે હવે ગાંધીનગર કલેક્ટર તરીકે પ્રવીણા ડી. કે. એ ચાર્જ સંભાળી લીધો છે. આ તરફ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેલાં ડો. ધવલ પટેલની અમદાવાદ કલેક્ટર તરીકે બદલી થઈ હતી. તેઓના સ્થાને અમદાવાદ કલેક્ટર પ્રવિણ સાંગલેને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે, ત્યારે આજકાલમાં તેઓ ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. ચાર દિવસ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બદલીના આદેશો કરવામાં આવ્યા હતા. કેટલાય અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *