Gujarat

ગાંધીનગર ૩૭ મી રથયાત્રા નીકળી

ગાંધીનગર
ગાંધીનગર આજે ૩૭ મી રથયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ કરાવ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં રથયાત્રાની શરૂઆત ૧૯૮૫ થી કરવામાં આવી છે. કોરોના માહામારી બાદ પ્રથમવાર રથયાત્રા સમગ્ર શહેરમાથી નીકળશે. કોરના મહામારીને લીધે રથયાત્રા પ્રતિકાત્મ રીતે જ કાઢવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે સમગ્ર શહેરમા રથયાત્રા નીકળતા ભક્તોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ વર્ષે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં સૌ પ્રથમવાર રાયસણ, રાત્રદેસણ,ભાઈજીપુરા અને આ વિસ્તારના નવ વિકસિત સોસાયટી વિસ્તારને આવરી લેવાય તે રીતે ભગવાન જગન્નાથજી,બલભદ્રજી અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે. રથયાત્રા પંચદેમ મંદિર , રાયસણ, રાંદેસણ, ભાઇજીપુરા અને આ વિસ્તારની જુદી જુદી સોસાયટીની ભજન મંડળીઓ, ઉંટલારી, ટ્રેક્ટર વગેરે જાેડાશે. યુવાવર્ગ યોગ અને શારીરિક કસરતોનું નિદર્શન કરશે. આ રથયાત્રાનગરચર્યા કરી સાંજે ૭ વાગે પંચેશ્વર નિજ મંદિરે પરત ફરશે.

file-02-page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *