Gujarat

ગાંધી જયંતિના દિવસે ઉના વાસીઓએ ફક્ત રૂ. ૨૭ હજારની ખાદીની ખરીદી કરી… ઊનામાં ફક્ત ૧૦ વ્યક્તિજ આજીવન ખાદીધારી…

ઊના – સરકાર દ્રારા ખાદીને પ્રોત્સાહન મળે તે માટે ખાદી પહેરવા પર ભાર મુક્યો છે. અને દેશના વડાપ્રધાન દ્રારા પણ ખાદીના કપડા પહેરવાથી ખાદીને પ્રોત્સાહન મળે તેવું આહવાન પણ કરી ચુક્યા છે. અને રાજનેતાઓ પણ ગાંધી જયંતિના દિવસે મસમોટા ભાષણો કરે છે. પરંતુ ખાદી ખરીદવા કે ખાદીના કપડા પહેરવામાં નિરૂત્સાહ નેતાઓમાં જ હોય તો પ્રજામાં ક્યાંથી હોય ત્યારે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ઉનાવાસીઓએ ફક્ત રૂ. ૨૭ હજારની ખાદીની ખરીદી કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઊના શહેરમાં વર્ષોથી ખાદી ભંડાર કાર્યરત છે પરંતુ ખાદી પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ સામાન્ય પ્રજાજનોમાં જોવા મળતો ન હોય તેમ ગાંધી જયંતિના દિવસે ઊનાવાસીઓએ ફક્ત રૂ. ૨૭ હજારની ખરીદી કરી ખાદી ખરીધ્યાનો સંતોષ માની લીધો જ્યારે ખાદી ભંડારના સંચાલકનો સંપર્ક કરતા તેમણે વધુમાં જણાવેલ કે ગાંધી જ્યંતિના દિવસે ખાદી ભંડારમાં ગ્રાહકોની ખાદી ખરીદવામાં ગ્રાહકો જોવા મળે છે. બાકી આખા વર્ષની વાત કરીએ અને વેચાણના આંકડા પર નજર માંડીએ તો દર માસે સરેરાશ ફક્ત રૂ. ૨ હજારનું ખાદીનું વેચાણ થાય છે. જ્યારે ઊનામાં ૧૦ જેટલી વ્યક્તી આજીવન ખાદીધારી હોવાનું અંતમાં જણાવેલ હતું. ત્યારે ગાંધીજયંતિના દિવસે રાજકીય આગેવાનો ગાંધીજી વિશે મસમોટા ભાષણો કરતા હોય છે. પરંતુ ખાદી પ્રત્યે જાગૃતતા લાવવા અને રાજકીયનેતા ઓએ પોતે ખાદી ખરીદવાની અમલવારી કરવી અત્યંત જરૂરી બની ગયેલ છે..

બોક્ષ્ –  માસીક બે હજારનું ખાદીનું વેચાણ તેમાંય કપડાની ખરીદી નહીવત….

સામાન્ય રીતે ખાદીના કપડાની વાત થતી હોય તો લોકો આ વાતમાં શૂર પુરાવતા હોય છે. પરંતુ ખાદીના પહેરવાની વાત આવે ત્યારે અમલવારી કરતા નથી. ઉના ખાદી ભંડારમાં માસીક રૂ. ૨ હજાર ખાદીનું વેચાણ થાય છે. તેમાં કપડાની ખરીદી નહીવત હોવાનું જાણવા મળી રહ્યુ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *