Gujarat

ગીરગઢડાના ચિખલકુબા ગામે વનવિભાગના કાળા કાયદાથી વિકાસના કામો અટકાવતા લોકોમાં રોષ

 

ગ્રામ પંચાયત દ્વારા જંગલ ખાતા સામે અનેક પ્રશ્નો કરવા છતાં કોઇ નિરાકરણ આવ્યુ નહીં…

 

ગીરગઢડાના ચિખલકુબા ગામમાં પાયાની સુવિધાઓ જેવીકે રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ગટર જેવી પાયાની એકપણ સુવિધાઓ ન હોવાથી ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચિખલકુબા ગામના સરપંચે જણાવેલ કે સીખલકુબા ગામમા સરપંચ અને ગ્રામ પંચાયત તો છે. પરંતુ જંગલ ખાતાના કાળા કાયદા સામે નક મસ્તક થય એક પણ ગ્રાન્ટ વાપરી શકાય નહીં અંગ્રેજોથી તો આઝાદી મળી છે. પણ આ અંગ્રેજોના શાસન દરમિયાન જે કાયદા હતા. તેમાંથી જંગલ બોર્ડર પર આવેલા ગામડામાં રહેતા લોકોને આઝાદી ક્યારે મળશે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્રારા કોઈજાતના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. ચિખલકુબા ગામને ગ્રામ પંચાયત તો આપી છે. પરંતુ માત્ર મત આપવા માટે તમામ ચુંટણી દરમિયાન પ્રચાર માટે નેતાઓ આવતા હોય છે. પરંતુ ગામ લોકોને પાયાની સુવિધા ઉપલ્બધ થવી જોઇએ તે મળતી નથી. અને કોઇ પુછવા પણ આવતુ નથી.

 

ચિખલકુબા ગામમાં લોકોને પાયાની કોઇજાતની સુવિધા આજ સુધી મળી નથી. ત્યારે તાલુકા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓ આજ સુધી ગામમાં ડોકાયા નથી. ચિખલકુબા ગામના સરપંચ તેમજ આગેવાનોની વારંવાર રજૂઆત છતાં જંગલ વિભાગના કાળા કાયદા કામ કરવા ન દેતા હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવાનો પડી રહ્યો છે. ગામના જાગૃત યુવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ જંગલ વિભાગને રજુઆત કરી માહિતી પણ માંગવામાં આવેલી હોય તેમ છતાં કંઈ પણ કોઈ પૂરી માહિતી ન આપવામાં આપતી ન હોય આવા જંગલના કાળા કાયદા સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ગામ લોકોની માંગ ઉઠી પામેલ છે.

 

-ગામ-જંગલ-ખાતાના-કાળા-કાયદા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *