Gujarat

ગીરગઢડાના ધોકડવા ગામે યુવાનને ત્રણ શખ્સો દ્રારા જ્ઞાતિપ્રત્યે હડધુત કરી મારમાર્યો

ઊના – ગીરગઢડાના ધોકડવા ગામે રહેતા યુવાનને એજ ગામના ત્રણ શખ્સોએ જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી ગાળો કાઢી હાથમાં ઇજા કરતા હોસ્પીટલે ખસેડાયેલ આ અંગે યુવાનની ફરીયાદ મુજબ ગીરગઢડા પોલીસે એક્રોસીટી સહીત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.. પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે રહેતા એભલ મથુર બાંભણિયા સરપંચ પતિ તેમજ કાંતિ રાજા માંળવી, હકા ભીમા બલદાણીયા આ ત્રણેય શખ્સોએ એજ ગામમાં રહેતા મહેશભાઇ કરશનભાઇ ચોહાણ નજીકના અંબાડા ગામેથી પોતાના ઘરે જતા હતા. ત્યારે બપોરના બે વાગ્યાની આસપાસ ગામમાં શાકમાર્કેટની બાજુમાં આવેલ વિક્રમભાઇની દુકાને ચા-પાણી પીવા ગયેલ ત્યા યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ભુંડી ગાળો આપવા લાગેલ જેથી આ શખ્સોને ગાળો આપવાની ના પાડતા એભલ બાંભણીયાએ મહેશભાઇનો ડાબો હાથ પકડી જોટો મારી દિધેલ બાદમાં ત્રણેય શખ્સો ત્યાથી નાશી ગયેલ હતા. અને આ બાબતની જાણ તેમના પિતાને કરતા ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હોય આ અંગેની મહેશભાઇ કરશનભાઇ ચોહાણે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા એક્રોસીટી સહીતનો ગુન્હો નોધી પોલીસે આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.

-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *