Gujarat

ગીર ગઢડા તાલુકા ના રસુલપરા પ્રાથમિક શાળા માં વાલી પુજન સહિત  વિવિધ કાર્યક્રમો યોજાયા…      

ગિરગઢડા
      ભરત ગંગદેવ..
.ગીર ગઢડા તાલુકા ના રસૂલપરા ગામ ની પ્રાથમિક શાળા માં બાળકો માં ઉચ્ચ સંસ્કારો નું સિંચન થાય તેવા હેતુ થી શાળા પરિવાર દ્વારા વાલી પૂજન સહિત ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.પ્રારંભે શાળા ના આચાર્ય હમીરભાઇ ખાસિયા એ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
           રસુલપરા ગામ ની શાળા …શાળા સંચાલન સમિતિ અને ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે તા.30./4 નાં રોજ રાત્રી નાં આઠ થી બાર વાગ્યા સુધી વિવિધ .સંકૃતિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં” બાળકો દ્વારા તેમના માતા પિતા નું પૂજન “કાર્યક્રમ હદય સ્પર્શી રહ્યો.જેના થી બાળકો માં માતા પિતા પ્રત્યે ની લાગણી જીવંત રહે છે.વાલી પૂજન ની વિધિ ભૂદેવ દીપકભાઈ જોષી એ કરવી હતી.
          આ ઉપરાંત રસુલપરા શાળા ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા . .ત્યારબાદ આ શાળા ની સ્થાપના સમય નાં ચાર ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ને શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા .તેમજ આજ ગામ ની શાળા ના  ચાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સન્માનીય હોદ્દા ઉપર દેશ સેવા કરી રહ્યા છે.તેમને પણ સન્માનીત.કરવા માં આવ્યા હતા.આ કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.એચ. કે.વાજા..તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ…વિક્રમભાઈ પટાટ…કેળવણી નિરીક્ષક રાજુભાઈ જોશી…જિલ્લા પંચાયત ના સદસ્ય ધીરુભાઈ મકવાણા…અને નરેશભાઈ ત્રlપસિયા…ગામ ના સરપંચ દુધીબેન નાનાભાઈ કાતરીયા ….સહિત ના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ને અનુલક્ષી ને આ ગામ ના ભગવાનભાઈ ગોહિલ અને વિનેશભાઈ મકવાણા એ શાળા ના તમામ બાળકો ( 235 ) ને સ્કૂલ બેગ ભેટ આપી હતી ..કાર્યક્રમ નું સંચાલન પિયુષભાઈ જોષી એ કર્યું હતું .આભાર વિધિ ગામ ના તલાટી.મંત્રી જીવણભાઈ થરા એ કરી હતી..

IMG-20220504-WA0216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *