Gujarat

સુત્રાપાડા તાલુકાના સમસ્ત બોસન ગામ આયોજિત ગુરૂવાર થી શ્રી રાધે ક્રિષ્ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…  બે દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય કાનગોપી રાસ યોજાશે..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
  સુત્રાપાડા તાલુકાના સમસ્ત બોસન ગામ આયોજિત શ્રી રાધે ક્રિષ્ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે
આ કાર્યક્રમની રૂપરેખા માં પ્રથમ દિવસ તા.5/5/ 2022ને ગુરૂવારે ચી પ્રારંભ થશે જેમાં ગણપતિ પૂજન, રાધા ક્રિષ્ના મૂર્તિ, નગરયાત્રા, જલયાત્રા, બીજા દિવસે તા.6/5/2022ને શુક્રવારે ગણપતિ પૂજન, સર્વે પૂજા, મૂર્તિ શ્રી વાસ, મૂર્તિ ન્યાય, વાસ્તુહોમ, વાસ્તુપૂજન, રાધા ક્રિષ્ના મૂર્તિ નીજ બિરાજમાન, ધજા પૂજન, બિંડુ, મહાઆરતી વગેરે યોજાશે. મહાપ્રસાદ બપોરે બાર કલાકે રાખવામાં આવેલ છે. જેમાં ભવ્ય કાનગોપી સતાપરવાળા ગ્રુપ ભોલે સાઉન્ડ ના સથવારે તા.5/5/22ને ગુરુવારે રાત્રે ૯ કલાકે યોજાશે. જેમાં આ કાર્યક્રમમાં શાસ્ત્રી બ્રિજેશભાઈ સોમનાથ વાળા કરાવશે
તો આ કાર્યક્રમનો લાભ લેવા સમસ્ત બોસન ગામ દ્વારા અનુરોધ કરાયો છે…

IMG-20220504-WA0214.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *