Gujarat

ગીર-સોમનાથમાં સુબ્રટો ફૂટબોલ ૨૦૨૨-૨૩ તેમજ જવાહરલાલ નહેરૂ હોકી સ્પર્ધાઓનું આયોજન શાળાઓએ જિલ્લાકક્ષાની આ સીધી સ્પર્ધામાં તા. ૦૨/૦૮/૨૦૨૨ સુધીમાં એન્ટ્રી મોકલવાની રહેશે

 ગિરગઢડા
   ભરત ગંગદેવ
, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, ગીર સોમનાથ દ્વારા સુબ્રટો ફૂટબોલ ૨૦૨૨-૨૩ તેમજ જવાહર જુનિયર હોકી સ્પર્ધા  ૨૦૨૨-૨૩ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાં આવતી તમામ શાળાના ખેલાડીઓને જુદાજુદા વયજુથની સબ જુનિયર ભાઈઓ, જુનિયર ભાઈઓ/બહેનોની સુબ્રટો ફૂટબોલ ૨૦૨૨ -૨૩ તેમજ જવાહરલાલ નહેરૂ સબ જુનિયર ભાઈઓ, જુનિયર ભાઈઓ/બહેનો હોકી– ૨૦૨૨-૨૩ ની સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી તમામ શાળાઓએ જિલ્લાકક્ષાની આ સીધી સ્પર્ધામાં તારીખ ૦૨/૦૮/૨૦૨૨ સુધીમાં શાળાની એન્ટ્રી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, રૂમ નં – ૩૧૪/૩૧૫ બીજો માળ ઇણાજ મોકલી આપવાની રહેશે,
સુબ્રટો ફુટબોલ સ્પર્ધાની વયજુથમાં (૧) સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર ભાઈઓ અંડર – ૧૪ જન્મ તારીખ ૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા હોવા જોઈએ. (૨) સુબ્રટો ફૂટબોલ જુનિયર ભાઈઓ/બહેનો અંડર – ૧૭ જન્મ તારીખ ૦૧/૦૧/૨૦૦૬ પછી જન્મેલા હોવા જોઈએ. તેમજ જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધાની વયજુથમાં (૧) જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી ભાઇઓ અંડર- ૧૫ જન્મ  તારીખ- ૦૧/૧૧/૨૦૦૭ પછી જન્મેલા હોવા જોઈએ. (૨) જવાહરલાલ નહેરુ જુનિયર હોકી ભાઇઓ/બહેનો અંડર- ૧૭ જન્મ તારીખ ૦૧/૧૧/૨૦૦૫ પછી જન્મેલા હોવા જોઈએ. ઉપરાંત સ્પર્ધા સ્થળ અને તારીખની જાણકારી જે તે ટીમને જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે કાનજી ભાલીયા જિલ્લા રમત વિકાસ અધિકારી, ગીર સોમનાથ મો.નં ૯૪૨૯૦૦૦૦૪૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *