ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો આગામી તા.૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ તાલાળા ખાતે ઉજવાશે. આ ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે કલેક્ટર રાજદેવ સિંહ ગોહિલની અધ્યક્ષતામાં શીર્ષ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે.
બેઠકમાં કલેક્ટર એ સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા, સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત કામગીરી સબબ અંગે સબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર બી.વી.લીંબાસીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાસ જાટ, એમ.એમ.પરમાર, વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી ઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

