Gujarat

ગીર સોમનાથ જિલ્લાના મુરલીમ એક્તા મંચ ના જિલ્લા પ્રમુખ તરીકે દિલાવર ખાન પઠાણ ની નિમણુંક કરવામાં આવી  

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખ્યાતનામ એવા સામાજિક આગેવાન અને યુવા દિલાવર ખાન પઠાણ ની નિમણૂક કરવામાં આવી હતી. મુસ્લીમ એકતા મંચના પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાણ પ્રદેશ પ્રમુખની સુચનાથી
મુજીબુર્રહમાન કાદરી પ્રદેશ સંગઠન સચિવનાં નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે દિલાવર ખાન પઠાણ ગીર ગઢડા વાળાની નિમણુંક કરવામાં આવે છે. ગીર ગઢડા ના તાલુકા પ્રમુખ તરીકેની સારી અને સફળકાર કામગીરી કરવા બદલ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી હતી મુસ્લીમ એક્તા મંચ
ગુજરાત રાજ્યમાં સામાજિક સંગઠનોમાં મુસ્લીમ એકતા મંચ પોતાનું અલગ અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ મુસ્લીમ સમાજના તમામ વિકાસ અને સમસ્યાઓ સાથે કામ કરે છે. ગુજરાતમાં અનેક શાખાઓ, ઉપશાખાઓ સાથે મુસ્લીમ એકતા મંચ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ
વિસ્તરણ પામેલ છે. દિન પ્રતિદિન આ સંગઠન વિસ્તરણ અને વિકાસ પામી રહ્યુ છે. અનેક મુસ્લીમ યુવાનો તેમજ સામાજિક ભાવના ધરાવતા લોકો આ સંગઠનમાં જોડાઇ રહયા છે ત્યારે આ સંગઠન ના ગુજરાત પ્રદેશ ના ગીર સોમનાથ જિલ્લા ના  ગીર ગઢડા તાલુકા ના  યુવા અગ્રણી દિલાવર ખાન પઠાણ ની નિમણુક કરવામાં આવી…. તેમની કાર્યદક્ષતા… તેમની સામાજિક ભાવના અને નિષ્ઠા…. તરીકે સાહસિકતા વિગેરે બાબતો ખૂબ જ ગણનાપાત્ર છે. આજે જયારે અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોમાંથી યુવા અગ્રણી તરીકે મુસ્લીમ એકતા મંચના જિલ્લા પ્રમુખ નિમણુક કરતા અનેક સંગઠનો તેમજ લોકોએ તેમને શુભકામનાઓ હતી….. પાઠવી

IMG-20220513-WA0107-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *