ગિરગઢડા
ભરત ગંગદેવ…
જન- જન સુધી વેક્સીન પહોંચાડવાની નેમ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકાગાળામાં ૨૨,૬૨૩ જેટલા પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યાં છે. જેમાં આજે અપાયેલા ૨૩૭ ડોઝનો પણ સમાવેશ થાય છે. હાલમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પ્રકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેથી લોકોના આરોગ્યની સુરક્ષાની સાથે કોરોના વાયરસના સંક્રમણને ખાળી શકાય. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વેક્સીન લોકોને સુલભતાથી ઉપલબ્ધ થાય અને મહત્તમ રસીકરણ થાય તે માટે તંત્ર દ્વારા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સેંકડો રસીકરણ કેન્દ્ર કાર્યરત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્યના તંત્રના આયોજનબદ્ધ પગલાંઓના પરિણામે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.


