ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા નીચે અને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે ગીર-સોમનાથ જિલ્લાની કુલ છ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ,આ ટુર્નામેન્ટ નું આયોજન 8/ 9/01/ 2022 ના રોજ રાખવામાં આવ્યું ટુર્નામેન્ટના આયોજકો સંજયભાઈ પંપાણિયા, આનંદભાઈ ભટ્ટ, માલદેભાઈ જાખોત્રા, મયુરભાઈ વસોયા, નીતિનભાઈ અઘેરા, હરસુખભાઈ પંપાણિયા, વરંજાગભાઈ નંદાણીયા, નાગાજણભાઈ બામરોટિયા, મયુરભાઈ વસોયા, યોગેશભાઈ મધા, ભાવેશભાઈ સોલંકી, વિજય ભાઈ રામ દ્વારા ખૂબ સુંદર આયોજન કરેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજકોએ ખૂબ મહેનત કરી, ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે ત્રણ રાઉન્ડ અને બીજા દિવસે ચાર રાઉન્ડ યોજાયેલ.ફાઇનલ મેચનો મુકાબલો તાલાલા ઇલેવન અને સુત્રાપાડામાં ઈલેવન વચ્ચે યોજાયો જેમાં તાલાલા ઇલેવન વિજેતા થયેલ ,વિજેતા થયેલ તાલાલા ઇલેવન ને ટ્રોફી અને 55,00/- રૂપિયા રોકડ પુરસ્કાર રનર્સ-અપ ટીમને ને ટ્રોફી અને 44,00/- રૂપિયા રોકડ પુરસ્કાર તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ ,બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન તરીકે સિલેક્શન થયેલ તમામ ખેલાડીઓને સંઘના હોદ્દેદારો દ્વારા ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. ટ્રોફી ના દાતા શ્રીઓ નું ખૂબ મોટું યોગદાન રહેલ આ તકે તમામ દાતાશ્રીઓનો પણ ખુબ ખુબ આભાર માનવામાં આવેલ.
આ ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પરબતભાઈ ચાંડેરા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ દેવાભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા એચ ટાટ આચાર્ય સંઘના પ્રમુખ હરેશભાઈ પંપાણિયા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી ભરતભાઈ ચિરોલીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ દિપકભાઈ નિમાવત ,જિલ્લા શિક્ષક સંઘના પ્રચારમંત્રી ભરતભાઈ વાઘ, જિલ્લા શિક્ષક સંઘના સંગઠનમંત્રી જીતેન્દ્રભાઈ રાઠોડ, સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માલાભાઈ ઝાલા, સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જશુભાઈ બળાઈ, ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ લાખણોત્રા, ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ચંદુભાઈ ડાભી, ગીર ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયસુખભાઈ ચાવડા, મહામંત્રી રણજીતભાઇ ઝાલા , તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મયુરભાઈ વસોયા, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સેવા શરાફી મંડળીના ચેરમેન રાજેશભાઈ રામાણી, ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અમિતભાઈ નંદાણીયા, સુત્રાપાડા બી આર સી કો ઓડિનેટર હરેશભાઈ જાદવ, તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના મહામંત્રી હાર્દિકભાઈ તળાવીયા, ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કાર્યાધ્યક્ષ દેવાભાઈ વીરડા, હરિપુર ગામ ના સરપંચ ભવાનભાઈ, ગૌશાળાની સમગ્ર ટીમ, હરિપુર ના ગોપાલભાઈ, તાંતીવેલા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ રામ, પ્રભાસપાટણ કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ પંપાણિયા ગોરખમઢી સી.આર.સી કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ પંપાણીયા, રાજેશભાઈ રામ સહમંત્રી આહિર સમાજ તાલાલા, જગદીશ ભાઈ રામ તાલાલા, સુત્રાપાડા થી પધારેલ કાછેલાભાઈ ,મોરીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલાલા તાલુકા ની સમગ્ર ટીમ સાથે મળીને ખૂબ સરસ મજાનુ આયોજન કરેલું ,રહેવા માટેની અને જમવા માટેની પણ આયોજકો દ્વારા સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી તેમજ જુદા જુદા તાલુકાઓમાંથી શિક્ષક પરિવાર ખાસ ઉપસ્થિત રહેલ. રમતની સાથે સાથે વિવિધ કૌશલ્યનો વિકાસ થાય અને શાળામાં પણ બાળકો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે દિશામાં પણ કામ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આહવાન કરવામાં આવેલ, આવતા વર્ષની ચોથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુત્રાપાડા તાલુકામાં યોજવા માટે સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે સૌને અવગત કરેલ.
અંતમા તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ પરબતભાઈ ચાંડેરા અને મહામંત્રી મયુરભાઈ વસોયા દ્વારા સૌનો સાથ સહકાર બદલ સહદય પૂર્વક આભાર વ્યક્ત કરી ક્રિકેટ ટુર્નામેન્ટ નુ સમાપન કર્યુ.


