Gujarat

ગીર સોમનાથ વેરાવળ માં વહાલી દિકરી યોજનાનો લાભ મળતા મારી દિકરીનુ ભવિષ્ય સુરક્ષિત થયું છે

ગીતાબેન ડોલરીયા,

લાભાર્થીના માતા
રાજ્ય સરકારની વહાલી દિકરી યોજનાનો લાભ મળતા મારી દિકરીનુ ભવિષ્ય સુરક્ષિત થયું છે. હવે મારી દિકરીના ભવિષ્યની કોઈ ચિંતા નથી. હવે દિકરીના પ્રાથમિક અભ્યાસથી ઉચ્ચ અભ્યાસ સુધી રાજ્ય સરકાર તરફથી મોટી સહાય મંજૂર કરવામં આવી છે. જેથી અમારી ચિંતા ખૂબ હળવી બની છે. તેવા પ્રતિભાવ વહાલી દિકરી યોજનાના લાભાર્થી સોનાલીના માતા ગીતાબેન ડોલરીયાએ વ્યક્ત કર્યો હતો.
વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના પ્રસંગે ગીતાબેનને વહાલી દિકરી યોજનાના લાભનો હુકમપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની યોજનાથી ખાસ દિકરીનો માતા-પિતાને ખૂબ મોટી મદદ મળતી હોય છે. ખાસ કરીને દિકરી પુખ્તવયની એટલે કે, ૧૮ વર્ષની થાય ત્યારે ૧ લાખ રૂપિયાની માતબર સહાય આપવામાં આવે છે. જે દિકરીના ઉચ્ચ અભ્યાસથી માંડી લગ્ન વખતે પણ મદદરૂપ બને છે. તેમ જમાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20220308-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *