ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લામાં ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું તા.૦૬-૦૩-૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના તરવૈયાઓ ભાગ લેવા ઉમટી પડશે.
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ સંચાલિત ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા ભાઇઓ માટેની સવારે ૦૭:૦૦ કલાકે ચોરવાડ ખાતેથી પ્રારંભ થશે. તેમજ બહેનો માટે આદ્રી બંદર ખાતેથી સવારે ૦૭:૩૦ કલાકે પ્રારંભ થશે.
આ સ્પર્ધામાં ભાઈઓ માટે ચોરવાડ થી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ)ની અને બહેનો માટે આદ્રી થી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ)ની રહેશે.
આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને તા. ૦૬-૦૩-૨૦૨૨ નાં રોજ સાંજે ૦૪:૩૦ કલાકે સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે ઇનામ વિતરણ કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજયમાંથી ખેલાડીઓ ભાગ લેનાર છે. તેમ જિલ્લા યુવક વિકાસ અધિકારી , ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
