અમદાવાદ
શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયુ છે ગુજરાતમાં ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અત્યાર સુધી યુજી ના કોર્ષ માટે પ્રક્રિયા શરૂ થઈ હતી. હવે પીજી ના કોર્ષમાં એમએસસીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે.એમએસસી માં ૨૫ જૂનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને ૪ જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર થશે. એમએસસીમાં એડમિશન માટે બુકલેટ અપલોડ કરવામાં આવી છે. જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ૨૫ થી ૩૦ જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ૪ જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.૮ જુલાઈએ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર થશે અને કોલેજ ફાળવવામાં આવશે.૯ અને ૧૦ જુલાઈએ ચોઇસ ફીલિંગ કરવાની રહેશે.૧૨ જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે કોલેજ ફાળવવામાં આવશે.૧૨ થી ૧૫ જુલાઈ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે.૧૨ થી ૧૬ જુલાઈ સુધી ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.૧૮ જુલાઈએ ખાલી બેઠક જાહેર કરવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થશે. રાજ્યમાં અનેક ખાનગી ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા છે. ટ્યુશનના કારણે વર્તમાન શિક્ષણ પ્રણાલી પર અસર થઈ રહી છે. જેથી ટ્યુશન કલાસીસ તથા સ્કૂલોના શિક્ષકો ટ્યુશન કરે છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા સંચાલક મંડળે માંગણી કરી છે. રાજ્ય સ્કૂલ સંચાલક મંડળે સ્કૂલનો શિક્ષક ખાનગી ટ્યુશન ના કરી શકે તેવી કાયાદકીય જાેગવાઈ છે પણ આ કાયદાનું જેમણે પાલન કરાવવાનું છે તે સત્તાધીશોની રહેમનજરના કારણે દિન પ્રતિદિન ટ્યુશનનો વ્યાપ વધતો જાય છે. ટ્યુશનની બદીને રોકવા ૯ થી ૧૨ના વિષયોનું ભારણ ઘટાડવું,ફરજિયાત ૬ વિષયોની પરીક્ષા રાખવી,વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી,બોર્ડમાં પ્રશ્નપત્રનો ઢાંચો બદલવો,પરીક્ષાલક્ષી સહિતનું છાપકામ બંધ કરવું,શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ટ્યુશન ઓછા થઈ શકે છે. ટ્યુશન વર્ગ એ વર્તમાન શિક્ષણ પ્રણાલીને ખોરવી નાખવા વાળી બાબત છે જેથી તેની સામે કાયદાકીય લાલ આંખ કરવી જ


