Gujarat

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા છોટાઉદેપુર ખાતે યોગ શિબિર યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા શાસ્ત્રી બાગમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજવામાં આવી હતી.
દેશની સાંસ્કૃતિક વિરાસત એવા યોગને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. તા. ૨૧મી, જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
સ્વસ્થ જીવનશૈલી માટે યોગનું અનેરૂં મહત્વ છે. યોગ કરવાથી માણસના શરીરને અનેક લાભો થાય છે. યોગ થકી સ્વસ્થ જીવન જીવી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા યોગના પ્રચાર પ્રસાર માટે યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. યોગ બોર્ડ દ્વારા શિબિરો તેમજ યોગના વર્ગો ચલાવીને લોકોને યોગ અંગે સમજ આપવામાં આવે છે.
છોટાઉદેપુર ખાતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીની અધ્યક્ષતામાં શાસ્ત્રી બાગ ખાતે યોગશિબિર યોજવામાં આવી હતી. યોગ શિબિરમાં છોટાઉદેપુર નગરના યોગપ્રેમી નાગરિકોએ યોગ કરી યોગ શિબિરને સફળ બનાવી હતી.
યોગ શિબિર દરમિયાન યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીએ વિવિધ યોગાસનોની વિગતે સમજ આપી હતી.
શિબિર બાદ મીડીયા કર્મીઓ સાથે વાતચીત કરતા યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ સાયન્સ છે, મેડીકલ સાયન્સ અને સુપર સાયન્સ છે એમ જણાવી તેમણે વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી ૨૧મી, જૂનને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે ગર્વની વાત છે એમ જણાવી તેમણે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત યોગબોર્ડ દ્વારા સાંઇઠ હજાર યોગ પ્રશિક્ષક તૈયાર કરવામાં આવ્યા છે તેમજ આ પ્રશિક્ષકોને સરકાર દ્વારા માનદ્ વેતન પણ આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે આવતી ૨૧મી, જૂન સુધીમાં એક લાખ યોગ પ્રશિક્ષકો તૈયાર કરવામાં આવશે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે યોગ કરવાથી રોગ, ક્રોધ અને નશાનો નાશ થાય છે એમ ઉમેરી તેમણે યોગ વ્યવધી મટાડી માનવને મહામાનવ બનાવે છેએમ કહી તેમણે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ નો ઉલ્લેખ કરી તેમણે છોાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજયને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, યોગના માધ્યમથી યોગી અને નિરોગી બનવા, સમાજ માટે સહયોગ તથા રાષ્ટ્ર માટે ઉપયોગી બનવા આહ્વાન કર્યું હતું.
યોગ શિબિરની પૂર્વસંધ્યાએ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે એવો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

13-04-2022_-yog-shibir-9.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *