અમદાવાદ
ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર છ્જીની ચાંપતી નજર છે. પરંતુ ઘર આંગણે એટલે કે, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે ૬ મહિના બાદ ગુજરાત છ્જીએ કરોડો રૂપિયાની કિંમતનું ૨૦૦ કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦૦ કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. જ્યારે હવે ગુજરાત છ્જીએ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની ૪ કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરી છે. ૨૦ કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે. અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે ત્યારે એક તરફ જ્યાં આંતરરાષ્ટ્રીય બીરાદરીમાં આપસી વેપાર કરવો કે કઈ રીતે કરવો તેને લઈને અસમંજસનો માહોલ છે ત્યાં અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોમાં ડ્રગ્સની સીધી સપ્લાય આવતાં ભારત સહિત અન્ય દેશો માટે પણ ચિંતાનો સબબ બન્યો છે. કેમ કે હજી વૈશ્વીક સંગઠનોએ તેમને માન્યતા આપવા અંગે મન નથી મનાવ્યું, જેથી કોઇ કાયદાકીય કાર્યવાહીમાં તેમના પર દબાણ લાવી શકાય તેવી સ્થિતિ પણ હાલ નથી. મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આયાતકાર પેઢી બન્નેની સરખી છે કે અલગ તે અંગે હાલ મગનું નામ મરી એજન્સીઓ પાડવા માંગતી નથી. ૬ મહિના પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(દ્ગઝ્રમ્) અને ઇન્ડિયન નેવીએ જાેઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે ૫૨૯ કિલો હશીશ, ૨૩૪ કિલો મેથેમ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૨ હજાર કરોડની આસપાસ હતી. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દ્ગઝ્રમ્ને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે એ પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.

