અમદાવાદ
જે સ્કૂલોમાં ૩૦૦૦ કરતા વધુ પુસ્તકો હોય ત્યાં ગ્રંથપાલ ફરજીયાત કરવામાં આવ્યા છે પરંતુ ૧૩ વર્ષથી રાજ્યની સ્કૂલોમાં ગ્રંથપાલની ભરતી જ કરવામાં આવી નથી જેના કારણે ૩૫૦૦ કેટ૫ વધુ સ્કૂલોમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે જે ભરવા રાજ્ય શાળા સંચાલક મંડળે માંગણી કરી છે. ગુજરાત બોર્ડમાં ધોરણ ૧૧ અને ૧૨ના વર્ગોવાળી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ૩૦૦૦ કરતા વધુ પુસ્તકો વસાવેલા હોય ત્યાં ૧ ગ્રંથપાલ નિમણુક કરવામાં આવશે તેવો ઠરાવ થયો હતો. હાલમાં ૩૫૦૦ કરતા વધુ જગ્યા ખાલી છે જેને લઈને શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે ૨૦૧૧-૧૨ના વર્ષ અગાઉથી ચાલતી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને ૨૦૧૧-૧૨ પછી પૂર્ણ સ્કૂલ બનાવવાના હેતુસર શરૂ થયેલી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નિવૃત્તિ,રાજીનામુ કે અન્ય કારણસર ખાલી પડેલી ગ્રાંર્હપાલની જગ્યાઓનું મહેકમ જે તે વર્ષે મંજુર થયેલું જ મહેકમ ગણાય. ગ્રંથપાલની ખાલી પડેલ જગ્યા ભરવા માટે વહેલી તકે છૂટ આપવામાં આવવા તો ગ્રંથપાલ સ્કૂલોને મળી શકે છે.આ ઉપરાંત સ્કૂલમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં પણ ગ્રંથપાલ ફરજિયાત કરવામાં આવ્યા છે.ત્યારર અનેક સ્કૂલોને ગ્રંથપાલની જરૂર છે તો સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક ર્નિણય કરવામાં આવે તો સ્કૂલોને ગ્રંથપાલ મળે અને વિદ્યાર્થીઓને પુસ્તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ છે.

