રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
અમાસ નિમિત્તે ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમાસ નિમિત્તે કપડવંજ પંથકમાં ના ચિલિંગ સેન્ટર ના પાછળના ભાગમાં આવેલા રાવળવાસ વિસ્તારમાં લગભગ ૩૦૦ જેટલા રાવળ સમાજ ના ભાઈ બહેન નાના બાળકોને મહાપ્રસાદીનું આયોજન કરીને ચેતનભાઈ પટેલ ના હાથે મહાપ્રસાદીનું ભોજન પીરસવામાં આવ્યું હતું
અને ચેતનભાઇ એ રાવળ સમાજ ના આશીર્વાદ લીધા હતા
અને આમ તો દરેક અમાસ માં બહુચર માતાની અમાસ કહેવાતી હોય છે પણ આ વખતની અમાસ સોમવતી અમાસ હતી અને સાથે સાથે શનેશ્વર મહારાજ ની જન્મ જયંતી પણ હતી
આ પ્રસંગમાં ખાસ ઉપસ્થિત કપડવંજ નગર સેવાસદનના નિમેષ સિંહ જામ પણ હાજર રહ્યા હતા જેઓએ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ના ચેતનભાઇ પટેલના કાર્યને તેમની સેવાકીય પ્રવૃતિને બિરદાવી ચેતનભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.


