રાજકોટ
ગાંધીધામથી ભાવનગર જતાં ટ્રકો પાસેથી હપ્તા ઉઘરાવવા માટે ભાવનગરના રાજભા નામના શખ્સે આ કૃત્ય આચર્યુ છે.રાજકોટ પોલીસ કમિશ્નરને કરેલી રજૂઆતમાં ઓડિયો કલીપ પુરાવા રૂપે પણ આપવામાં આવી છે. જેમાં ભાવનગરના રાજભા ભાલ નામનો શખ્સ ટ્રાન્સપોર્ટરને ખુલ્લે આમ ધમકી આપે છે કે જાે તમારે નિરમા કંપનીમાં કોલસો ઉતારવો હોય તો હપ્તો આપવો પડશે. અગાઉ ભાવનગરમાં પણ ટ્રકો ઉપર પથ્થરમારો થયો હતો તે ઘટના પાંચ દિવસ બાદ આજી ડેમ ચોકડી પાસે પણ ટ્રક ઉપર પથ્થરમારો થયો હતો. ટ્રક ચાલક પથ્થરમારો થતાં ગભરાઈ ગયો હતો. આ માફિયાગીરીને કેમ ડામવીએ સરકારે વિચારવું જાેઈએ એટલે અમે આ મામલે ગૃહમંત્રી, ડીજીપી અને રાજકોટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચકક્ષાએ ઇ-મેલથી જાણ કરી છે અને ખંડણીખોરો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.ગાંધીધામથી કોલસો ભરીને જતાં ટ્રક ઉપર રાજકોટની આજી ડેમ ચોકડી પાસે હપ્તાખોરોએ પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. જે બાદ ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટના માલિકોને રાજભા નામના શખસ દ્વારા ફોન કરી હપ્તાની માંગણી કરવામાં આવી રહી છે. જેથી આ મામલો ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે. આ મુદ્દે અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટે એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઈ-મેલ પર પત્ર લખીને કહ્યું હતું કે, ખંડણીખોરો સામે કાર્યવાહી કરો.


