Gujarat

ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચોનો સ્નેહ મિલન કાર્યક્રમ થવાદ મુકામે યોજાયો 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 તાજેતરમાં થવાદ મુકામે જે.બી.મહેતા હાઈસ્કૂલમાં ઉમા એન્ટરપ્રાઇઝ તથા ઉમા ઇલેક્ટ્રોનિક એન્ડ મશીનરી વાળા જશુભાઈ ચતુરભાઈ પટેલ દ્વારા તાલુકા ના ૯૮ સરપંચો ના સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ એવા પંચમહાલ લોકસભા ના સંસદ રાતનસિંહભાઈ એમ.રાઠોડ તેમજ પૂર્વ શ્રેષ્ઠ સરપંચ પુંસરી ના હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની શરૂઆત  શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતથી  કરવામાં આવી ત્યારબાદ આવેલ મહેમાનો અને સરપંચો નું સ્વાગત અને  સન્માન પુષ્પગુછ  અને તિલક તેમજ ડાયરીયો અને કેલેન્ડર  આપી કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સરપંચો ને ગુરુકૃપા માનવસેવા ટ્રસ્ટ તેમજ ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ના પ્રમુખ શ્રી ચેતનદાસ નંદુભાઈ પટેલ અને તેમાં પિતાશ્રી નંદુભાઈ દેવજીભાઈ પટેલ અને જશુભાઈ ચતુરભાઈ પટેલ  એ અગત્ય ના નંબરો સાથે ની ડાયરી મોમેન્ટો સ્વરૂપે અર્પણ કરી હતી આ સમગ્ર સ્નેહમિલન નું સફળ સંચાલન થવાદ ગ્રુપ ગ્રામપંચાયત ના મહિલા સમરસ સરપંચ તેમજ કારોબારી સભ્યોતથા જનજાગૃતિ યુવકમંડળ ગ્રામજનો  થવાદ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ના અંતે સૌ ભોજન લઇ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરી હતી.

IMG-20220102-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *