Gujarat

ચોરી કરતી ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડી

મહેસાણા
મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચોરીઓને અંજામ આપતી ટોળકીને આખરે મહેસાણા એલસીબી ટીમે ઝડપી પાડી હતી. હાલમાં આ ટોળકી પાસેથી પોલીસે ૪.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વોન્ટેડ આરોપીઓને ઝડપવા તજવીજ આદરી છે. લાખવડ પીકઅપ સ્ટેન્ડ નજીક ત્રણ શંકાસ્પદ ઈસમો ઉભા છે. જેથી એલસીબી ટીમ ત્યાં દોડી ગઈ હતી અને આરોપીઓને ઝડપી તપાસ કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવતા પૂછપરછ દરમિયાન અશ્વિન વિરશનગભાઈ કટારા, રાયમલ સમસુભાઈ બારીયા અને વીનેશ રામસંગ કટારાને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ નંદાસણ ખાતે કરવામાં આવેલી લૂંટ અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ મથકના વિસ્તારમાં થયેલી ચોરીઓ મળી કુલ ૧૦ ચોરીની કબૂલાત કરી હતી, ચોરી કર્યા બાદ જેસાવાદા ખાતે સોની સંદીપ કનૈયાલાલને વેચવા આપતા હતા, જેથી સોની સંદીપ પણ પોલીસે ઝડપી લીધો હતો, ઝડપાયેલા આરોપીઓમાં સોની સંદીપ અગાઉ દાહોદ ખાતે ઘરફોડ ચોરીનો ૧ કેસ, અમદાવાદના બોપલમાં ચોરીના ૨ કેસ, લીમખેડામાં ૧ કેસ, ગરબાડા ખાતે ૧ ચોરી, પાવગઢ ખાતે ૧ અને જેસાવાડ ખાતે ૧ મળી કુલ ૭ ગુનામાં આ આરોપી સંડોવાયેલો છે. તેમજ આરોપી અશ્વિન વિરસંગ જેસવાડાં પોલીસ મથકમાં ૩૦૭નો વોન્ટેડ આરોપી હોવાનું સામે આવ્યું છે.

Mehsana-LCB-nabbed-the-gang.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *