પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ ઘરા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ આરોપીઓને પકડવા અંગેની ડ્રાઈવ ચલતી હોય જે અંગે ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન — હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓઆરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને ડીએમ વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના પોર્ટીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કોલ ગામના બસ સ્ટેશન પાસેથી બોડેલી પોલીસ સ્ટેશન 1 ગુ.ર.નં ૭૪૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે છોટાઉદેપુર સબ જેલમાં કાચા કામના કેદીને વચગાળા જામીન ઉપરથી નાસતો ફરતો જેલ ફરારી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી :- દિનેશભાઇ રમેશભાઇ ભીલાલા રહેવાવ, તા કઠ્ઠીવાડા, જીઅલીરાજપુર (મધ્યપ્રદેશ)ઉપરોકત વચગાળા જામીન ઉપરથી નાસતો ફરતો જેલ ફરારી આરોપીને પકડી પાડી છોટાઉદેપુર સબ જેલ ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


