રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે આવેલી શ્રી.એસ.એફ. હાઇસ્કૂલમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કારકીર્દી માર્ગદર્શન કેમ્પનું આયોજન થયું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૦૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ભાવિ ઘડતર માટે મળતા વિકલ્પો અંગે જાણકારી મળી રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
શ્રી. એસ.એફ.હાઇસ્કૂલ, છોટાઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ કારકીર્દી માર્ગદર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કારકીર્દી માર્ગદર્શન કેમ્પમાં ઉપસ્થિત છોટાઉદેપુરના પ્રકાશભાઇ ભિલાલા કે જેઓ શ્રી એસ.એફ.હાઇસ્કૂલમાં ધો. ૧૨માં અભ્યાસ કરે છે તેમણે માહિતી ખાતાની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધો. ૧૨ પછી શું કરવું એ અંગે સરસ જાણકારી આપવામાં આવી હતી. અમને અમારા ભવિષ્યના ઘડતર માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નિવડશે એમ પ્રકાશભાઇ ભિલાલાએ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


