Gujarat

છોટાઉદેપુર એલ.સી.બી દ્વારા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડી કુલ કિ.૪૩,૨૧૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતુ થી જિલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે  એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં રહેતા દુરસીંગભાઇ રૂપલાભાઇ રાઠવાના મકાનમાં જય રાજેન્દ્રનાથ વિશ્વાસ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે અને ગામના તથા આજુ બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી  ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી એચ એચ રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે  સદર જગ્યાએ રેઇડ કરતા જય રાજેન્દ્રનાથ વિશ્વાસ હાલ રહે.રંગપુર પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર મુળ રહે,ચાંદપુર બજાર ફળીયા જી અલીરાજપુર મૂળ રહે.ગુમાકાલીનાગોર તા.અશોકનગર જી.નોર્થ ૨૪ પરગોના ( પશ્ચિમ બંગાળ ) નાનો ડોકટર  તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ.૪૩,૨૧૫/- ના મુદ્દામાલ મળી આવતા રંગપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220713-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *