Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કેવડી વન ચેતના ખાતે ટીબી વિભાગની કામગીરી બાબતે સેન્સિટાઈઝેશન વર્કશોપ યોજાયો.

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા  પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર એવા  આલ્હાદક વાતાવરણમાં જંગલોની વચ્ચે ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના ટીબી વિભાગના કર્મચારીઓ તથા તાલુકા આરોગ્ય અધિકારીઓની વર્કશોપ શિબિર યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ટીબી ક્ષેત્રે થઈ રહેલી કામગીરી બાબતે ચર્ચા કરી કામગીરી સુદ્રઢ બનાવવા માટે સેન્સિટાઈઝ કરીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ મુજબ અને સરકાર દ્વારા આપવામાં આવેલા લક્ષ્યાંક પાર પાડી ગયા વર્ષે ૨૦૨૧ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાની કામગીરી રાજ્ય માં મોખરે રહી હતી તે જ પ્રમાણે આ વર્ષે પણ આ પ્રમાણેની કામગીરી જળવાઈ રહે તેવી જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ આશા વ્યક્ત કરી હતી.
 જિલ્લા ક્ષય અધિકારી શ્રી ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ સેન્સિટાઈઝેશન વર્કશોપ શિબિર માં તમામ તાલુકાનાં તાલુકા આરોગ્ય અધિકારી ઓ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી જિલ્લા ફારમાસિસ્ટ મનિષ મોદી, જિલ્લા પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા,  અશ્વિનભાઈ રાઠવા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220222-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *