Gujarat

 છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ત્રણ આવેલ વિદ્યાર્થીની ઓ ને બોડેલી તેમના ઘરે  જઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ અભિનંદન પાઠવ્યા

બોડેલી પહોંચીને પ્રથમ ત્રણ વિદ્યાર્થીની ઓ ને ઘરે જઈ અભિનંદન પાઠવ્યા…..
છોટાઉદેપુર  જિલ્લામાં યોજાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સારો દેખાવ કરનારા પ્રથમ ત્રણ વિદ્યાર્થીની ઓને જિલ્લા શિક્ષણ અધિકારી એ ઘરે જઈ અભિનંદન સહ આગળની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી
12 મેં ના રોજ સમગ્ર રાજ્ય માં અભ્યાસ કરતાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થી ઓ ના પરિણામ ઓનલાઇન મુકવામાં આવેલ જેમાં દર વર્ષ ની સરખામણી એ આ વર્ષે સારુ પરિણામ જીલ્લા કક્ષા એ મળી આવતાં સમગ્ર જિલ્લામાં  ખુશી જોવા મળી  હતી.
 છોટાઉદેપુર જિલ્લાના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સારો દેખાવ કરી અને જીલ્લાના પ્રથમ ત્રણ ટોપર્સ બનેલી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના પગલાના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારી કે.બી પાચાણી  દ્વારા તેઓના ઘરે બોડેલી ખાતે જઈ અભિનંદન પાઠવી અને આગળના ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો તેમજ  બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
 છોટા ઉદેપુર જીલ્લાનું દર વર્ષે  રહેનારું 30 ટકાની આસપાસ પરિણામ આ વર્ષે ૪૭ ટકા ઉપર પહોંચતા શિક્ષણ આલમમાં ખુશી વ્યાપેલી જોવા મળી આવી હતી.
 બોડેલી ગામ ની  ત્રણેવ ટોપર્સ  બોડેલી ની શિરોલાવાલા હાઈસ્કૂલ ના છે. આ સાથે આ  ત્રણેય ટોપર્સ  જિલ્લા ની દીકરીઓ બની આવેલ છે, ત્યારે દરેક મહિલા માટે એક પ્રેરણારૂપ  સંદેશ છે કે મહિલા પણ દરેક ક્ષેત્રમાં જો તે મક્કમતા સાથે કાર્ય પાર પાડે તો તે ધાર્યું  પરિણામ મેળવી  શકે તેમ છે જેમાં કોઈ જ બેમત નથી જીલ્લા મા પ્રથમ ત્રણ વિદ્યાર્થીની ઓને જિલ્લા શિક્ષણ અધિકારી એ ઘરે જઈ અભિનંદન સહ આગળની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220513-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *