Gujarat

બે વર્ષથી ગુમ થયેલી મહિલાને અમરેલી AHTU ની ટીમે શોધી

અમરેલી
અમરેલી જિલ્લામાંથી ગુમ થયેલ લોકોને શોદી કાઢવા અને વધુમાં વધુ કામગીરી કરવા એસપી હિમકર સિંહે સૂચના આપીછે. જે અંતર્ગત બે વર્ષથી ગુમ થયેલી મહિલાને એએચટીયુ ટીમ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. સાવરકુંડલામાં રહેતી આશિયાબેન રજાકભાઈ ચૌહાણ (ઉ.વ.26) એપ્રિલ 2020માં દવાખાનનું બહાનું બતાવી ઘરેથી નીકળ્યા બાદ કોઈને કહ્યા વગર પોતાની મેળે જતા રહ્યા હતા. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડાની સૂચના અંતર્ગત પોલીસ ઈન્સ્પેક્ટર સી.એ.કુગસીયા,  AHTU મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુમ થનાર મહિલાને 11-05-2022ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકનાના નાના સુખપર ગામેથી શોધી કાઢવામાં આવી હતી. AHTU અમરેલીના પો ઈન્સ્પેક્ટર સી.એસ.કુગસીયા, એ.એસ.આઈ એચ.બી.બેલીમ તથા હેડ કોન્સ્ટેબલ પી.એન.ટાપણીયાએ આ કામગીરી કરી હતી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *