રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, રાજ્યમાં મોંઘવારી ને લઇ આમ આદમી પાર્ટી લોકો વચ્ચે જઈ મોંઘવારીમાં થી લોકોને રાહત અપાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જેના અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા નિવાસી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં વીજળી અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણી મોંઘી છે, રાજ્ય સરકારે વીજ કંપની નુ ખાનગીકરણ કરી દીધું છે, આમ આદમી પાર્ટીની દિલ્હી તેમજ પંજાબ સરકારો પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી મફત આપે છે, તેની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી વીજળી દરો ઊંચા વસૂલે છે,
આમ આદમી પાર્ટી ગુજરાત ની પ્રજાને સાથે થઈ રહેલી ઉઘાડી લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો કરવા જઈ રહી છે, જેથી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પાસેથી રાજ્યના નાગરિકોને 200 યુનિટ સુધી વીજળી મફત આપવા લેખિત રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા નાગરિકોને સસ્તી વીજળી પૂરી પાડવા માટે મુખ્યમંત્રીને સંબોધીને નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


