રાજ્યની નગરપાલિકાઓમાં કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમનો આર્થિક બોજો ઓછો થાય અને સરળતાથી વેરો ભરી શકે તે માટે પ્રોત્સાહન મળે સાથે નગરપાલિકાઓની આવકમાં પણ વધારો થાય તેવા ઉદ્દેશ્યથી મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાનમાં રાખીને આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના સરકાર દ્વારા જાહેર કરાતા છોટાઉદેપુર નગર પાલિકામાં પણ આ યોજનાનો અમલ મા મુકવામાં આસિ હતી,જેમાં પાલિકા વિસ્તારના કરદાતાઓ મિલકત પેટે અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરા બાકી રકમ તારીખ 31 માર્ચ સુધી ભરપાઈ કરે તો નોટિસ ફી/વ્યાજ/પેનલ્ટી/વોરંટ ફીની 100 ટકા રકમ માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરાતા મોટાભાગના મિલકત ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે,અને નગર પાલિકાના કુલ બાકી રકમ 2.05 કરોડ પૈકી 1.29 કરોડ એટલેકે 63% વેરાની વસુલાત થવાની સાથે નગરજનોને 10.36 લાખનો વેરા માફીનો લાભ મળ્યો છે, યોજનાને મળેલા પ્રતિસાદને લઈ સરકાર દ્વારા આ યોજનાને બે માસ એટલેકે 31 મેં સુધી લંબાવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


