Gujarat

છોટાઉદેપુર મત વિસ્તારના જિલ્લામથક છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલ કાર્યરત છે.

જેમાં વર્ગ-૧ નો મંજુર મહેકમ ૧૧ છે. વર્ગ– ૨ નુ મહેકમ ૯ છે. જેમાં નીચે પ્રમાણેની જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે. ૧. સી.ડી.એમ.ઓ. / અધિક્ષક તથા આર.એમ.ઓની જગ્યા ૨૦૧૦ ના વર્ષથી ખાલી છે. જનરલ સર્જન અને સ્ત્રીરોગ નિષ્ણાંતની જગ્યા ૨૦૧૪ thi  જગ્યા ખાલી છે. ફીજીશીયનની જગ્યા વર્ષ ૨૦૨૧ થી ખાલી છે. બાળરોગ નિષ્ણાંત ની જગ્યા ભરેલી છે પરંતુ સી.એમ. સેતુમાં જોડાયેલી છે. ગાયનેકોલોજીસ્ટ ની જગ્યા ઘણા વર્ષો ખાલી છે. પીડીયાસ્ટ્રીશિયન ની જગ્યા ડેપ્યુટેશન પર ભરાયેલી છે અને એક જગ્યા ખાલી છે. આમ, વર્ગ– ૧ ની ૭ જગ્યાઓ ઘણા વર્ષોથી ખાલી છે.
વર્ગ – ૨ માં તબીબી અધિકારીની એક (૧) જગ્યા અને મેડીકલ ઓફીસરની ત્રણેય (૩) જગ્યાઓ ખાલી છે. તેમજ ઓર્થોપેડીક સર્જનની પણ જગ્યા ખાલી છે. છોટાઉદેપુર જિલ્લો ૨૦૧૩ માં બનેલો છે.ત્યારબાદ આજદિન સુધી આરોગ્યલક્ષી સુવીધા આપતી જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં પુરે પુરા વર્ગ –૧ અને વર્ગ– ૨ ની જગ્યાઓ ખાલી છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્ય લક્ષી સુવીધા માટે સરકારે ઘણી મોટી જાહેરાતો કરી છે, પરંતુ તેનો અમલ છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસી જિલ્લો છે. તેમાં અમલવારી થતી નથી. પરિણામે આદિવાસીઓનુ ખાનગી હોસ્પિટલમાં મોટી રકમો ચુકવી સારવાર લેવી પડે છે. તો આ બાબતે તાત્કાલીક ખાલી જગ્યાઓ પુરાય તે અંગે  છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તેમજ ઋષિકેશ પટેલ મંત્રી આરોગ્ય વિભાગ, તેમજ કમિશનર આરોગ્ય કમિશનર કચેરી, તેમજ અધિક નિયામક આરોગ્ય અને તબીબી સેવા જીવરાજ મહેતાને પત્ર લખીને જનરલ હોસ્પિટલમાં જે જગ્યા ખાલી છે તે તાત્કાલિક પુરાય તેવી  રજૂઆત કરવામાં આવી છે
આવી જ રીતે જિલ્લા પંચાયત હસ્તકના તમામ દાવાખાનાઓમાં ડોકટરો તથા તેને સલગ્ન સ્ટાફની જગ્યાઓ ખાલી છે. કેટલાક કર્મચારીઓ કરાર આધારીત ભરવાના થાય છે તે પણ ભરાતા નથી. તો છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય લક્ષી સુવીધાઓ સારી રીતે મળે તે માટે ખાસ ધ્યાન અપાય તેવી છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ની લાગણી છે

FB_IMG_1644587416179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *