ગુજરાતમાં વર્ષ-૨૦૦૨ ના કોમી રમખાણો દરમિયાન બિલ્કીશબાનો પરના ગેંગરેપ અને તેણીના પરિવારજનોના ૭ સભ્યોની હત્યાના કેસમાં ૧૧-ગુનેગારોને છોડી મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય ખૂબ જ આઘાતજનક છે. આથી ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના કોંગ્રેસ માઈનોરીટી ‘લઘુમતિ ” વિભાગના તથા મહિલાઓની સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું આ કેસમાં તાત્કાલિક મધ્યસ્થી કરી ગુનેગારોને માફી આપવાના આ શરમજનક નિર્ણયને પરત ખેંચવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર ફરી નિર્ણય પાછો ખેચી તેવી માગ કરવામાં આવી હતી અને રાલાચાર અને નિઃસહાય સગર્ભા મહિલા બિલ્કીશબાનો પર ગેંગરેપ અને તેના પરિવારજનોના સાત સભ્યોની હત્યા કરનારા દોષિતો ને સ્વાતંત્ર્ય પર્વના મહાન પ્રસંગે આજીવન કેદની સજામાંથી મુક્તિ આપીને છોડી મુકવાના ગુજરાતની ભાજપ સરકારના શરમજનક નિર્ણયથી આ દિવસ કલંકિત થઈ ગયો છે. કેન્દ્ર સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા છે કે આજીવન કારાવાસની સજા ભોગવતા ગુનેગારો અને બળાત્કારીઓને માફી નીતિ અંતર્ગત છોડી મૂકવા જોઈએ નહીં, તેમછતાં ગુજરાતની ભાજપ સરકારે બિલ્કીશબાનો પરના ગેંગરેપ કેસના સાત ગુનેગારોને માફી આપી છોડી મુકી પોતાની અસંવેદનશીલતા છતી કરી છે. આ નિર્ણય ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકોને હતાશ કરનારો છે. તેવી માંગ સાથે આજે છોટાઉદેપુર કોંગ્રેસ માઈનોરીટી ‘લઘુમતિ ” વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને આવેનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, કોંગ્રેસ માઈનોરીટી લઘુમતિના પ્રમુખ અમજદ પઠાણ, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ફેજલ મલા, જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ મોનાબેન, તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


