Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાલી પોલીસ સ્ટેશનના દેવમુરી(મજીગામ) ગામેથી કિ.રૂ.૪૭,૪૪૧/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

   ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…. જે અન્વયે  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે દેવમોરી(મજીગામ) ગામે રહેતા રણજીતભાઇ વિનુભાઇ નાયકા નાઓના ઘરે પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા  કરાલી પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર.નં. ૩૨૭/૨૦૨૨ પ્રોહી એકટ ૬૫ એ,ઇ, 327/2022 મુજબનો ગુનો નોંધાવી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220516-201741_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *