ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ
ટુંડવા બોડગામ ૩.૬૦૦ કિલો મીટર નાં નવીન રોડ જેની રકમ : ૧,૯૮,૧૪,૧૦૦/– મજૂર કરાયેલ જેમાં મેટીંગ ૭ જેટલા પાઈપ નાળા અને એક સ્લેબડ્રેન બનાવવા માં આવશે તેમ જણાવ્યુ હતું . એ ઉપરાંત ટુંડવા એપ્રોચ રોડ ઉપર બ્રીજનુ કામ રકમ : ૨,૩૦, ૩૦,૦૭૦ – જેની ૧૨ મીટર લંબાઈના ૭ ગાળાનો આર.સી.સી. સોલીડ સ્લેબ પુલ તથા બન્ને છેડાને જોડતા એપ્રોચ રોડ નો સમાવેશ થાય છે તેમ જણાવ્યુ હતું.
આ ઉપરાંત વિજોલ – જલોદા નો ૨ કિલો મીટર નાં રોડ ની ૨કમ : ૧,૩૩,૦૯,૯૦૦ /- મેટીંગ કામ, ડામરકામ, ૬ નંગ પાઈપનાળા અને એક સ્લેબડ્રેન નો સમાવેશ થાય છે
બોપા ટુ હરવાંટ વીલેજ રોડ નાં ૧/૪૫ કિલો મીટર નાં રોડ ની૨કમ : ૧,૭૧,૦૫,૪૦૦/– મેટીંગ કામ, ડામરકામ બે નંગ પાઈપાળા એક સ્લેબ ટ્રેન તથા ૧૧૦૦ મીટર સી.સી. રસ્તાઓનુ ખાતમુહુર્ત આજે પ્રથમ નવરાત્રી પર્વના પાવન પ્રસંગે કરવામાં આવ્યુ હતું
છોટા ઉદેપુર વિધાન સભા માં ધારા સભ્ય દ્વારા એક જ દિવસમાં ચાર જેટલાં કામોનું ખાત મુહૂર્ત કરાતા છોટાઉદેપુરની જનતામાં ખુશીની લહેર જોવા મળી છે.
આ ખાતમુહુર્તના છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


