Gujarat

પ્રાયોજના કચેરી દ્વારા નિમણૂક પામેલા એકાઉન્ટન્ટ તથા વોર્ડન ને કાયમી નિમણૂક તેમજ સમાન કામ સમાન વેતન ધારા ધોરણ મુજબ વેતન આપવા જિલ્લા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 21 એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ મોડલ સ્કૂલ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત છે જેમાં 9000 થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા એકાઉન્ટન્ટ તેમજની ભરતી કરવામાં આવેલ છે જેઓ નું વેતન 6000 ફિક્સ પગાર શરૂ કરીને આજ દિન સુધી 9,876 સુધી પહોંચેલ છે તારીખ 23મી સપ્ટેમ્બરે ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા પગાર વધારા અંગે પરિપત્ર કરવામાં આવેલ છે જેમાં એકાઉન્ટન્ટ તેમજ વોર્ડન ને બાદ કરવામાં આવેલ છે અગાઉ 30 મી ઓગસ્ટના પરિપત્રમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. જેથી તેઓએ તેઓની પગાર વધારાની માંગણી અંગે યોગ્ય અને ન્યાયિક માંગણી દિન પાંચમા સંતોષવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી સાથે જિલ્લા સેવા સદન ખાતે તમામ એકાઉન્ટ તેમજ વોર્ડન દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ મોડેલ સ્કૂલમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ તેમજ વોર્ડનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220926_152930.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *