છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પાસે આવેલા અલ્હાદપૂરા ગામના વતની આર્મી જવાન તુલસી ભાઇ બારીયા 21 વર્ષ આર્મીમાં ફરજ બજાવી દેશની સેવા કરી છે.
જેઓ માર્ચના રોજ ઘરે થી પરત ફરી ફરજ પર હાજર થયાં હતાં. તે દરમિયાન લશ્કર ની ગાડીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બર્ફીલી સડક પર લશ્કરની ગાડી પલ્ટી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યાં જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જમ્મુ કાશ્મીર થી તેઓનાં પાર્થિવ દેહને હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા,
વડોદરા એરપોર્ટ ખાતે થી હરણી રોડ ઉપર બારીયા સમાજ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓને બોડેલી ખાતે લાવવામાં આવ્યા હતા
બોડેલી સેવા સદન પાસે હજારો ની સંખ્યા માં લોકો શ્રદ્ધાજલી અર્પણ કરવાં એકઠાં થયાં હતાં જ્યાં રાજકીય અગ્રણીઓ સહિત મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ પણ શહીદ જવાનને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
બોડેલી સેવા સદન થી બોડેલીના માર્ગો ઉપર ફરીને મોડાસર ચોકડી થી અલ્હાદપુર તેઓનાં ઘરે સ્વજનો ને અંતીમ દર્શન કરાવ્યા બાદ, આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા અંતિમ સલામી આપી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


