Gujarat

 જલારામ ગ્રુપ રાપર દ્વારા નવા શૈક્ષણિક સત્ર ની પૂર્વ સંધ્યાયે વિધાર્થીઓ ને રાહત દરે નોટબુકોનું વિતરણ કરવામાં આવેલ

 ગિરગઢડા તા 13
   ભરત ગંગદેવ..

જલારામ ગ્રુપ રાપર દ્વારા નવા શૈક્ષણિક સત્ર ની પૂર્વ સંધ્યાયે વિધાર્થીઓ ને રાહત દરે નોટબુકોનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેનો 300 થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. કાર્યક્રમની શરૂઆત વિનોદભાઈ દાવડા, ચાંદભાઈ ભિન્ડે(પ્રમુખ,  રાપર લોહાણા યુવક મંડળ ), ભાવિક કોટક, મેહુલ રૈયા, ઈશ્વરભાઈ, મોંગીબેન પટેલ, તૃપ્તિબેન ગોસ્વામી દ્વારા દીપપ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત માં ઉપસ્થિત ગં. સ્વ. જયાબેન બાબુભાઇ દાવડા પરિવાર તરફથી આઈસ્ક્રીમ અપાઈ હતી. કાર્યક્રમ ની સમગ્ર વ્યવસ્થા રીટા બહેન શર્મા,શૈલેષ ભિન્ડે, નયન સુરૈયા, રાહુલ સોમેશ્વર, હરેશ મજીઠીયા, નરેન્દ્ર ભિન્ડે, કૃપાલસિંહ વાઘેલા વગેરે એ સાંભળી હતી. આ તબ્બકે ભાભુતગીરી સ્કૂલમાં નિઃશુલ્ક કાર્યક્રમ કરવા દેવા બદલ ટ્રસ્ટી  મુકેશભાઈ ઠક્કર નો આભાર માનવામાં આવ્યો હતો.એવુ શૈલેષ ભાઈ ભીંડે ની યાદીમાં જણાયું હતું..

IMG-20220613-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *