Gujarat

જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દેવીપૂજક પરિવારનું સન્માન

  ગિરગઢડા
   ભરત ગંગદેવ…
જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા 201 મા ગુરૂવારે ભજન સત્સંગનો દિવ્ય કાર્યક્રમ જલારામ ભકત દેવીપૂજક નગીનભાઈ પટણીના નિવાસસ્થાને રખાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પવિત્ર અવસરે દેવીપૂજક પરિવાર  ગૌરીબેન તેમજ નગીનભાઈ પટણીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર, નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,દેવચંદભાઈ એન.ઠકકર, તારાચંદભાઈ મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ, પિયુષભાઈ ઠકકર, મહેશભાઈ ઉદેચા,ભરતભાઈ ગોકલાણી,ગણપતભાઈ અખાણી,સતીષભાઈ પટેલ,વાલાભાઈ વણઝારા તેમજ બહેનોએ સાથે મળી દેવીપૂજક પરિવારનું વાજતેગાજતે સન્માન કરી સરસ આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
     દેવીપૂજક પરિવારે પણ ભજન  સ્વરૂપે પૂજ્ય જલારામ બાપા અને સૌ ભકતો એમના આંગણે પધારતાં અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

IMG-20220527-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *