જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૧૫-૧૦-૨૦૨૦ના રોજ નોંધાયેલ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટના ગુન્હાનો ફરારી આરોપી મહેશ ઉર્ફે મુન્નો ગગુભાઈ છૈયા આહીર જે લાલવાડી શાંતિવન સોસાયટી-૭ માં રહેતો હતો, જેને સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા તેના વિરુદ્ધની ફરિયાદનો જવાબ આપવા માટે સ્પેશિયલ કોર્ટ રાજકોટમાં તા.૨૬ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
