Gujarat

ભારતીય ટપાલ વિભાગ દ્વારા દિન દયાળ સ્પર્શ યોજના અંતર્ગત વિધ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે

 વિધ્યાર્થીઓમાં ફિલાટેલી (ટપાલ-ટિકિટ સંગ્રહ અને તેના અભ્યાસ) ને લઈને રસ કેળવાય તે માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દિન દયાળ સ્પર્શ યોજના અંતર્ગત સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ સ્કોલરશિપમાં જે વિધાર્થી પસંદગી પામે તેને વાર્ષિક રૂ.૬૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે અધિક્ષક ડાકઘરની કચેરી જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, બીજો માળ, ચાંદી બજાર, જામનગરનો સંપર્ક કરવા અધિક્ષક ડાકઘર જામનગર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *