Gujarat

જામનગરમાં અમાસના શ્રાવણી મેળામાં ભારે જનમેદની જાેવા મળી

જામનગર
શ્રાવણ માસની અમાસના દિવસે સવારથી ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં જાેવા મળ્યા હતા ત્યારબાદ તડકામાં પણ શહેરીજનો ની મેળામાં ભીડ જામી હતી તેમજ સાંજ બાદ તો મોટી સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી પડી હતી.લોકોએ મોડી રાત સુધી શ્રાવણી મેળાની અંતિમ દિવસની ભરપૂર મોજ માણી હતી અને શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવેલા શ્રાવણી મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો. જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા મિગ કોલોની, જિલ્લા પંચાયત સર્કલ તેમજ સાત રસ્તા સર્કલ વિસ્તારોમાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. મેળાની રંગત મોડી રાત્રી સુધી જામી હતી. મેળામાં ચકડોળ મોટના કુવાથી લઇને ખાણીપીણી સહીત રમકડાના ધંધાર્થીઓને બે વર્ષના કોરોના કાર્ડ બાદ આ વખતે સારી ઘરાકી જાેવા મળી હતી બીજી તરફ તહેવારના રજાના દિવસે શ્રાવણી મેળામાં મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યો હતો. શ્રાવણી મેળા દરમિયાન મોટી સંખ્યામાં તહેવારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ મેળાની અંદર મનોરંજન રાઈટ ખાણીપીણીના સ્ટોલ રમકડાના સ્ટોલ તેમજ મહાનગરપાલિકા દ્વારા મોટો કેમ્પ તેમજ પોલીસ વિભાગનો સિક્યુરિટીને લગતો ખાસ કેમ્પ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર મળ્યા સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા હતા અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા પણ મેળાની વચમાં કોઈ આગની અનિચ્છનિય ઘટના ન બને તેના માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ટેન્ટ રાખવામાં આવ્યો હતો જ્યારે બે વર્ષના કોરોના કાળ બાદ જામનગરના આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનોએ મોટી સંખ્યામાં શ્રાવણી મેળાની મોજ માણી હતી અને તહેવારો દરમ્યાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.જામનગરમાં તારીખ ૧૨ થી શરૂ થયેલો ૧૬ દિવસનો શ્રાવણી મેળાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની અમાસના દિવસે અંતિમ દિવસ સુધી લોકોએ મન મૂકીને મેળાની મોજ માણી હતી.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *