Gujarat

જામનગરમાં દારૂ, બિયરના જથ્થા સાથે છોટાહાથી ચાલકને ઝડપી પાડ્યો

જામનગર
જામનગરની ગુલાબ નગર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઇ. એમ.એલ. ઓડેદરા તથા તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે વ્હોરાના હજીરા પાસે નાગેશ્વર રોડ પર એક છોટા હાથીમાં ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે, જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, અને ત્યાંથી પસાર થઈ રહેલા છોટા હાથીને આંતરી લઈ અંદર તલાસી લીધી હતી જે તલાસી દરમિયાન છોટાહાથીમાં સંતાડવામાં આવેલો ૬૪૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો તેમજ ૧૪૪ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો તેમજ છોટા હાથી સહિત રૂા.૫ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો, અને છોટા હાથીના ચાલક જામનગરના રામેશ્વર નગરમાં રહેતા દિનેશ શશીકાંતભાઈ વજાણી નામના શખસની અટકાયત કરી લીધી હતી. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતાં ઉપરોક્ત દારૂનો જથ્થો મંગાવવામાં જામનગરના ઈકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઈ નાયક તેમજ સંજય ઉર્ફે શકાભાઇના નામો ખુલ્યા હતા. જે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં દારૂની બદીને નાબુદ કરવા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જામનગરની ગુલાબ નગર પોલીસ ચોકીના સ્ટાફે વ્હોરા ના હજીરા પાસે દરોડો પાડી ૬૪૭ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને ૧૪૪ નંગ બિયરના ટીન સાથેનો માતબર જથ્થો પકડી પાડ્યો છે અને છોટા હાથી સહિત એક શખસની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય બે શખસોને ફરારી જાહેર કરાયા છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *