જામનગર
જામનગર તાલુકાના ફલા ગામે રહેતા ટીનાભાઇ ભરવાડ પોતાની વાડીએ રખોપું કરવા ગયા હતા. દરમિયાન ગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ વાડીમાં ઘુસી ભરવાડ આસામી પર હુમલો કર્યો હતો. વાડીએ રખોપુ કરવા ગયેલા આસામી કંઇ સમજે તે પૂર્વે ચારેય શખ્સોએ માર મારી તેમણે કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રોકડ રકમ લઇ નાસી ગયા હતા. આ બનાવની આસામીએ તેમના પુત્રને જાણ કરી હતી. વાળુએ પહોંચેલા પુત્રએ પિતાને હોસ્પિટલ ખસેડી પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને એલસીબી-એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે રાજકોટ, જામનગર અને કચ્છના તરફના રોડ પર જુદી જુદી જગ્યાએ લગાવેલા સીસીટીવી ચેક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી લુંટારુ શખ્સો શ્રમિક હોવાનું અને ભરવાડ આસામી પર નજર રાખતા હોવાનું જાણવા મળ્યું છે. તેમને તક મળતાં બનાવને અંજામ આપી આરોપીઓ નાસી હતા. જાે કે આરોપીઓના કોઈ સગડ ન મળતાં પોલીસે શોધખોળ આદરી છે. ધ્રોલ, જામનગર અને કાલાવડ પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શ્રમિક મજૂરો સુધી તપાસ કેન્દ્રિત કરી છે. આ બનાવના પગલે જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી છે. ભોગગ્રસ્ત ભરવાડ આસામીએ પ્રાથમિક સારવાર લઇ આ બનાવ અંગે અજાણ્યા ચાર શખ્સો સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જામનગર તાલુકાના ફલા ગામ નજીક વાડી વિસ્તારમાં ગઇકાલે સોમવારે મોડી રાત્રે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ફલામાં રહેતા ભરવાડ આસામી પોતાની વાડીએ પાકનું રખોપુ રાખવા ગયા બાદ તેમના પર હુમલો કરી ચાર શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે શ્રમિક શખ્સો સામે શંકાની સોય તાણી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


