Gujarat

રાધનપુરમાં એરંડાનો પાક ચરતા ૧૮ ઘેટાના મોતથી ખળભળાટ

પાટણ
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામની સીમમાં રબારી જાયમલભાઈ ગાંડાભાઈ મહેમદાવાદની સીમમાં આશરે ૩૦ જેટલા ઘેટા બકરા ચરાવવા ગયા હતા. જ્યાં તેઓ ખેતરોમાં એરંડાના વાવેતરનું ભેલાણ કરતા હતા. જેમાં એરંડાનો પાક ખાવાના કારણે ઘેટા થોડીવારમાં અચાનક ધ્રુજીને પડવા લાગ્યા હતા. જ્યાં જાયમલભાઈ દોડાદોડ કરીને ઘેટા-બકરાને ભેગા કરવા જતાં અચાનક ઘેટા મૃત્યુ પામવા લાગ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં ૧૮ જેટલા ઘેટાંનાં મોત થયાં હતાં. ઘેટાંના મોતથી માલિક જાયમાલભાઈ ઉપર આભ ફાટ્યુ હોય તેવી પરિસ્થિતી સર્જાઇ છે. નોંધનીય છે કે એરંડાનો પાક આરોગ્યા પછી આ પરિસ્થિતી સર્જાઇ હોવાનું ખેતર માલિક જાયમલભાઇએ જણાવ્યું હતું.રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં ઘેટાં-બકરાંના માલિક ૩૦ જેટલા ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. જ્યાં ખેતરોમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યાં એરંડાનો પાક ચરતાં ચરતાં ૧૮ જેટલા ઘેટાંનાં અચાનક મોત થયાં હતાં. જેને લઈ માલિકને આઘાત લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *