ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ, નાળા, કોઝવે, પુલતથા
પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે, નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસના કામો ‘મુખ્યમંત્રીગ્રામ સડક યોજના’
હેઠળ મંજુર કરી જોબ નંબર ફાળવાયા
માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
જામનગર તા.૯ ફેબ્રુઆરી, કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે એક અખબારી યાદીમા જણાવેલ છે, કે માર્ગ અને વિભાગ દ્વારા પંચાયત હસ્તકના જામનગર જીલ્લાના જામનગર મત વિસ્તારના જામનગર અને કાલાવડ તાલુકાના ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર કોઝવે-માઈનોર બ્રીજ તથા પુલ અને પ્રોટેક્શન વોલ બનાવવાની યોજના હેઠળ કામો મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે.
અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રોડ-નાળા-કોઝવે તથા પુલની નવિનીકરણ કામગીરી માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની યોજના હેઠળ રૂ.૩૫.૦૦ કરોડ ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. પંચાયત હસ્તકના રસ્તાઓ પર હયાત કોઝવે તથા નાળા પર નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની કામગીરીમાં જામનગર તાલુકાના
મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ ખીમરાણા ટૂ જોઈન એસ.એચ., ચે.૨/૪૦૦ થી ૨/૬૦૦ રૂ.૩૩૦ કરોડના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે.
મતવા ટૂ નાની માટલી રોડ નોન પ્લાન રોડ રૂ.૩૦ લાખના ખર્ચે નવો કોઝવે બનાવવામાં આવશે.
હર્ષદપુર નાઘુના કોંઝા રોડ પર રૂ. ૨૦૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે.
મતવા ટૂ ઓલ્ડ ધુતારપુર રોડ પર રૂ. ૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.
મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મોટી બાણુંગાર થી જોઈન એસ.એસ. પર રૂ.૧૫૦ લાખના ખર્ચ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.
લોઠીયા ખોજા બેરજા રોડ પર રૂ.૧૮૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.
મુખ્ય જીલ્લા માર્ગ હેઠળ મતવા ટૂ જોઈન એસ.એચ. પર રૂ.૧૧૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ તથા કોઝવે બનાવવામાં આવશે.
બેડ રસુલનગર રોડ પર રૂ.૪૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવામાં આવશે.ચંગા ટૂ જોઈન એસ.એચ.પર રૂ. ૬૦ લાખના ખર્ચે કોઝવે બનાવામાં આવશે.લાવડીયા-મકવાણા-ઢઢા રોડ પર રૂ.૩૨૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે. ચંદ્રગઢ ટૂ ચંદ્રગઢ પાટીયા જોડતો રોડ પર રૂ. ૨૦૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.મતવા ટૂ હનુમાન મંદિર(આવરીયા ડેમ) રોડ પર રૂ.૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.નાની માટલી ટૂ મેડી રોડ પર રૂ.૩૦ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.મોટી લાખાણી-નાની લાખાણી રોડ પર રૂ. ૧૦૦ ખર્ચે કોઝવે બનાવવામાં આવશે.
બાડા સૂર્યાપરા રોડ પર રૂ. ૭૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.મોડા-નેવી મોડા રોડ પર રૂ. ૧૫૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.ખંભાલીડા-રવાણી ખીજડીયા-રોજીયા રોડ પર રૂ. ૬૫૦ લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવામાં આવશે.મોટા થાવરિયા થી અલીયા રોડ પર રૂ.૪૦૦ લાખના ખર્ચે મેજર બ્રીજ બનાવવમાં આવશે.વિજરખી-મિયાત્રા-નાના થાવરિયા-હડમતીયા રોડ પર રૂ. ૮૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવમાં આવશે.વસઈ-આમારા-જીવાપર રોડ પર રૂ.૧૦૦ લાખના ખર્ચે ત્રણ માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા રોડ પર રૂ. ૮૦ લાખના ખર્ચે હયાત બ્રીજ પર ચાર ગાળા વધારવાનું કામ તેમજ કાલાવડ તાલુકામાં મકાજીમેઘપર-રોજીયા-વિભાણયા રોડ પર રૂ.૧૬૦ લાખના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવામાં આવશે.આ કામો મંજુર થતા કૃષિ મંત્રીશ્રીએ માન. માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર માનેલ હતો.
