Gujarat

જામનગર જિલ્લાના મનોદિવ્યાંગ, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગોને માસિક એક હજારની આર્થિક સહાય મળશે

યોજનાનો લાભ હવે ૫૦% દિવ્યાંગતા ધરાવતા તમામ નાગરિકોને મળવાપાત્ર થશે

 

જામનગર તા.૩૦ એપ્રિલ, ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ જામનગર જિલ્લાના મનો દિવ્યાંગ, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ સ્પેકટ્રમ પ્રકરાની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા દિવ્યાંગતાની માત્રા ૭૫% થી ઘટાડીને ૫૦% કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ માસિક રૂ.૧૦૦૦/- આર્થીક સહાય મળવાપાત્ર થાય છે.આ યોજના માટે બી.પી.એલ. દાખલાની જરૂર નથી તથા આવક મર્યાદાનો પણ કોઈ બાધ નથી. આ સહાયની રકમ ડી.બી.ટી. મારફત સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમા જમા કરવામાં આવશે.આ યોજનાનો લાભ ૫૦% દિવ્યાંગતા ધરાવતા બાળકો/પૂરૂષો/સ્ત્રી તમામને મળશે.જામનગર જિલ્લાના જે કોઈ દિવ્યાંગ લોકોને લાભ મળવાના બાકી હોય તેવા લાભાર્થીઓએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-જામનગર, સેવા સદન-૪ ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં.૩૩, રાજકોટ રોડ, વિક્ટોરીયા પુલ પાસે, જામનગર-૩૬૧૦૦૭ ફોન. નં. ૦૨૮૮-૨૫૭૦૩૦૬ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *