Gujarat

જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળપાક વાવેતર સહાય મેળવવાર્થે આગામી તા. 30 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

જામનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે બાગાયત ખાતા, રાજ્ય સરકાર દ્વારા કાર્યરત વર્ષ 2022-23 માટે  ફળપાક વાવેતરની બીજા- ત્રીજા વર્ષની સહાય માટે તેઓ આગામી તા. 30 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે. જે હેઠળ જો ખેડૂતોએ વર્ષ 2020-21 અને 2021-22માં સહાય લીધેલ હોય તેમને તેમની બીજા-ત્રીજા વર્ષ માટેની સહાય ચાલુ નાણાંકીય વર્ષમાં લેવાની બાકી હોય તો આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક બાગાયતદાર ખેડૂતોએ આગામી તા. 30 ઓગસ્ટ સુધીમાં પોતાની અરજી સાથે જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4, પહેલો માળ, રમ નં. 48, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરીના ફોન નં. 0288-2571565 પર સંપર્ક સાધી શકાશે, તેવું નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *