ભરત ગંગદેવ.
તા.૫ થી તા.૧૯ જુલાઈ સુધી “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તમામ તૈયારીના આખરી ઓપ માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારી ઓ સાથે તૈયારીને લઈ વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના સફળ આયોજન માટે સુચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ “વંદે ગુજરાત વિકાસ યાત્રા” દરમિયાન વૃક્ષારોપણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા સુચનાઓ આપી હતી.
“વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના સફળ આયોજન બાબતે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સહિત અધિકારી -કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
