અમદવાદ
સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે ગુજરાત ટેક્નોજીકલ યુનિવર્સીટીનો આજે ૧૧મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, સચિવ એસ.જે. હૈદર, કુલપતિ નવીન શેઠ, રજિસ્ટ્રાર કે.એન.ખેર સહિત મુખ્ય ૫ વ્યક્તિઓ સ્ટેજ પર હતા. જ્યારે સ્ટેજ નીચે પ્રથમ ચાર હરોળમાં અલગ અલગ કોલેજના ડિન, ફાયનાન્સ કમિટીના સભ્યો, એકેડેમિક કાઉન્સિલ મેમ્બર,પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સહિત ૫૦ લોકો બેઠા હતા. જે બાદ ૧૨૦ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડાલીસ્ટ, ૫૦થી વધુ જીટીયુના કર્મચારીઓ હાજર રહ્યા હતા. એક ડોમમાં જ માત્ર ૨૦૦થી વધુ વ્યક્તિઓ હાજર હતા, જ્યારે અન્ય ડોમ પણ ૨૦૦ લોકો હાજર હતા એટલે કુલ ૪૦૦ કરતા પણ વધુ લોકો પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઝાયડ્સના ડાયરેકટર પંકજ પટેલે વર્ચ્યુઅલી જાેડાયા હતા. એક તરફ કેસ વધતા નિયંત્રણો લાદવામાં આવે છે તો બીજી તરફ સરકારના મંત્રીની હાજરીમાં જ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. જીટીયુ દ્વારા પણ ૧૫૦ વ્યક્તિઓની હાજરીમાં જ કાર્યક્રમ યોજવા જ ર્નિણય કરવામાં આવ્યો હતો. પરંતુ નિયમોનો ભંગ કરીને જીટીયુના ૧૫૦ જગ્યાએ ૪૦૦થી વધુ લોકો હાજર છે જેની સામે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં જ્યારે સામાન્ય વ્યક્તિઓ માટે જ નિયમો બન્યા હોય તેવું લાગી રહ્યું છે.કોરોનાને કારણે જીટીયુની ૨૦ જાન્યુઆરીથી ઓફલાઇન પરીક્ષા શરૂ થતી હતી તે મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ ૧૫૦ વ્યક્તિઓ સાથે જીટીયુએ પદવીદાન સમારોહ ઓફલાઇન યોજવા ર્નિણય કર્યો હતો. તે મુજબ આજે પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ૧૫૦ નહીં પરંતુ ૨૫૦ કરતા પણ વધુ લોકો હાજર રહ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં જ નિયમોનો ભંગ થયો છે.
